Sunday, February 3, 2019

🏵કર્મનો સાચો સિધ્ધાંત🏵

🏵કર્મનો સાચો સિધ્ધાંત🏵

મહાભારતનું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

*કર્ણનું શું ?*
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતાને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

*-( કર્મનો 'સિદ્ધાંત' )-*

કોઈને કરેલા અન્યાયની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે.

*દરેકને પોતે કરેલા કર્મનું ફળ અહીં જ ભોગવવાનું છે.*
કોઈની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિનો કે જેમણે આંખો બંધ કરીને તમારા પર ભરોસો કર્યો.

Wednesday, January 2, 2019

Change yourself

*ચાલો આજ થોડા વિચારો બદલીએ*

શરૂઆત *2 વાર્તાઓ* થી કરીયે;

1. નોકિયાએ એન્ડો્ઇડને ના સ્વિકાર્યુ.
2. યાહૂએ ગુગલને નકારી દીધી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● જોખમો લો
● બદલાવને સ્વીકારો
● તમે સમય સાથે બદલતા નથી તો તમે નાશ પામી શકો છો.

_*2 વધુ વાર્તાઓ*_

1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી.
2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો.
● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો.
● હંમેશા નવુ નવુ અપનાવતા/શિખતા રહો.

હજુ પૂરું નથી થયું *2 વધુ વાર્તાઓ*

1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી.
2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી, અને અલીબાબા કંપની શરૂ કરી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● ઉંમર એ ફક્ત એક આંકડો છે.
● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.

_*અને છેલ્લે*_

લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ.
     વાર્તા પુરી થઇ

*શું શીખ્યા?*

● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!!
● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.

◆ સખત મહેનત કરો!
◆ તમારા સમયનુ યોગ્ય રોકાણ કરો!!
◆ શું તમે કામ માં ખુશ છો.!!!
◆ નિષ્ફળતાથી ગભરાશો નહી!!!

*#પહેલા વિચાર બદલો*
*#ત્યારબાદ પોતાને બદલો*
*# પછી જ દુનિયા બદલવા નિકળજો*

💃🏻💖☺👍🏻

Excuses

*ક્યા સુધી બહાના દેશુ...???*

સફળતા અથવા બહાનાબાજી !

*૧.*
*"મને યોગ્ય ભણતરની તક ન મળી"*

>> યોગ્ય ભણતરની તક તો વિશ્વની કારની નંબર ૧ કંપની  ફોર્ડ ના હેન્રી ફોર્ડને પણ નહતી મળી!

*૨.*
*"નાનપણમાં જ મારા પિતાનુ દેહાન્ત થઈ ગયુ હતું"*

>> પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનના પિતાશ્રી રહેમાનના નાનપણમાં જ મૃત્યુ પામેલા!

*૩.*
*"હું અત્યંત ગરીબ કુટુંબમાંથી આવુ છું"*

>> પૂર્વ રાષ્ટ્પતિ અબ્દુલ કલામ પણ ગરીબ કુટુંબમાંથી હતા!

*૪.
*"હું નાનપણથી જ અસ્વસ્થ હતો"*

>> ઓસ્કર એવોર્ડ વિજેતા મરલી મેટલીન નાનપણથી બહેરી અને અસ્વસ્થ હતી!

*૫.*
*"મેં અડધી જીંદગી સાઈકલ ચલાવીને ગુજારી છે"*

>> નિરમા ના માલીક કરશનભાઈ પટેલે પણ અડધી જીંદગી સાઈકલ પર જ ફરી ફરીને માલ વેચ્યો છે!

*૬.*
*"એક દુર્ઘટનામાં હું અપંગ થયા બાદ મારી હિંમત તુટી ગઈ"*

>> પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનો એક પગ નકલી છે!

*૭.*
*"મને નાનપણથી બધા મંદબુધ્ધીનો કહેતા"*

>> થોમસ અલ્વા એડીસન, જેમણે ઈલેક્ટ્રીક બલ્બની શોધ કરી, તેને પણ નાનપણમાં લોકો મંદબુધ્ધી જ કહેતા!

*૮.*
*"હું એટલીવાર હાર્યો છું કે હવે હિંમત નથી"*

>> અબ્રાહમ લિંકન ૧૫ વખત ચુટણી હાર્યા પછી અમેરીકાના રાષ્ટ્રપતિ બન્યા!

*૯.*
*"મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી"*

>> લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુબની જવાબદારી આવી પડી હતી.

*૧૦.*
*"મારી ઊચાઈ બહુ ઓછી છે"*

>> સચિન તેંડુલકરની ઊચાઈ પણ ઓછી જ છે !

*૧૧.*
*"હુ એક નાનકડી નોકરી કરું છુ... એમાં હું શું કરી શકુ"*

>> ધીરુભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા!

*૧૨.*
*"મારી કંપનીએ એકવાર દિવાળુ ફુક્યું છે, હવે મારી પર ભરોસો કોણ કરે?"*

>> ઠંડા પિણાની કંપની "પેપ્સી" ના નિર્માતા બે વખત દેવાળીયા થયા હતા!

*૧૩.*
*"મારું બે વખત નર્વસ બ્રેકડાઊન થયું છે, હવે હું શું કરી શકું? "*

>> ડિઝનીલેન્ડ બનાવતા પહેલા વોલ્ટ ડિઝનીને ૩ વખત નર્વસ બ્રેકડાઊન થયેલુ!

*૧૪.*
*"મારી ઉંમર બહુ વધુ છે"*

>> વિશ્વ પ્રસિધ્ધ કેંટુકી ફ્રાઈડ ના માલિકે ૬૦ વર્ષની ઉંમરે પહેલુ રેસ્ટોરંન્ટ ખોલેલુ!

*૧૫.*
*"મારી પાસે પૈસા નથી"*

>> ઈન્ફોસિસના પૂર્વ ચેયરમેન નારાયણમૂર્તિ પાસે પણ પૈસા ન હતા, તેમણે પોતાની પત્નીના ઘરેણા પણ વેચવા પડેલા!

આજે તમે જ્યાં પણ હો કે કાલે તમે જ્યાં પણ પહોંચો... એ માટે કોઈને જવાબદાર ઠેરાવતા નહી... કારણકે... તમારે જ નક્કી કરવાનુ છે કે...
*|| સ ફ ળ  થ વુ  છે,  કે*
*બ હા ના  આ પ વા છે ||*

Sunday, September 9, 2018

Maturity

Signs Of Maturity:-

You forgive more
You respect differences
You don’t force love
You accept heartaches
You don’t judge easily
You become more open-minded
You prefer to be silent than to engage in a nonsense fight
Your happiness don’t depend from people but from your inner self...
Good Morning 🇮🇳

Subscribe Now: standardSmall