Monday, March 21, 2016

MI Exclusive Service Center Ahmedabad

MI Exclusive Service Center,35, Shyam Shikhar Complex, Dinesh Chamber Cross Roads,Next to BAPS Swaminarayan Temple,Bapunagar,Ahmedabad-380024
HOURS:Monday to Sunday, 10:00-18.30
P: (079) 22201600

MI Exclusive Service Center,102,Piyuraj Chambers,Next to Honda Bikes Show Room,Swastik Cross Roads,C.G. Road,Ahmedabad-380009
HOURS: Monday to Sunday, 10:00-18.30
P: (079) 40070375

MI Exclusive Service Center,TVS electronics ltd, #69/a/1, G6 TO G10, sukun plaza,L G Corner, Maninagar, Ahmedabad - 380008
P: 079-32213215

MI Exclusive Service Center,TVS electronics ltd FF-3, Kasturi Complex, Opp. To Athithi Showroom, Judges Bungalow road, Bokkadev, Ahmedabad – 380 054
P: 079-40099854

Ahmedabad Shop No-66, Chinubhai Tower, Opp. Handloom House, Nr. H.K. College, Ashram Road, Ahmedabad-380009, Gujarat
P: 9898631500

Tuesday, March 15, 2016

ન કરશો ક્યારેય અભિમાન

"જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય

ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે

કીડીઓને ખાય છે,

ચકલી જયારે મરે છે ત્યારે

કીડીઓ એને ખાય જાય છે

એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલએ તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર ‘એ ઇન્સાન’

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

Tuesday, March 1, 2016

સેવા એક દૂષણ

હસતા શીખો

વાંચો મઝા આવશે 👌🏻

👉🏻 કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને  કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.

👉🏻 જે  માણસાઈ  થી  મઢેલી હોય  છે ,
તે ઝુંપડી  પણ  હવેલી 🏤 હોય છે.

👉🏻 સાલું આપણે સાચા,
હોય તોય જમાનો ખોટા પાડે છે.
ને એક પથ્થર,
સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.

👉🏻 જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...
સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ...!!!

👉🏻 સુખી થવા નો એક જ માર્ગ છે, જયારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજા ના  સુખ  નો વિચાર કરે.

👉🏻 સંબંધ પૈસાના 💵 મોહતાજ નથી હોતા,....કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,....પરંતુ અમીર જરૂર બનાવી દે છે...

👉🏻 કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..

👉🏻 દુખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી....
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

👉🏻 અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

👉🏻 મકાનની 🏤 જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય....

👉🏻 જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથાર ના નિયમ ની જેમ "માપવું બે વાર, કાપવું એક જ વાર"...

👉🏻 જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ....
બાકી બનાવટ તો આખી દુનિયા 🌍 માં છે જ..

હસતા શીખો ?સાહેબ .....
રડતા ? તો સમય શીખડાવી દેશે...
😀😀😀😀😀😀😀😀😀😀

સંસાર

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે...
અને ઝડપભેર બદલાઈ રહ્યું છે...
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે..
*
‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી’
*
છાશ પીવાનું ઘટતું જાય છે અને
બિયર પીવાનું વધતું જાય છે.
ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને
કૂતરા પાળવાનું વધતું જાય છે.
વિચારવાનું ઘટતું જાય છે અને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.
*
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.
અને મનમેળના માનપાન વધતાં જાય છે.
*
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.
*
ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
*
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ
વાંઢો ‘મગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ
‘આજે બહાર જમી આવીએ.’
*
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.
શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.
*
પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે.
*
જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે.
*
સરતિ ઈતિ સંસારઃ
જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

Subscribe Now: standardSmall